ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા
મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન
SHARE







મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન
મોરબીમાં શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા રામાનંદી જ્ઞાતિના મોરબી આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારજનો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ આગામી તા.૨૧-૯ ને રવિવાર રાત્રે ૯ થી ૧૧ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ ગ્રાઉન્ડ, મોરબી-રાજકોટ હાઇ-વે, શકત શાનાળા, મોરબી ખાતે યોજાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને દરેક માટે એન્ટ્રી ફ્રી રાખવામા આવેલ છે અને પ્રતિયોગીતામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ સહિતના અનેક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત અનેક સરપ્રાઇઝ ઈનામો પણ રાખવામા આવેલ છે જેથી સમાજના લોકોએ આ તકે સહપરિવાર હાજર રહેવા માટે મોરબી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ અરુણાબેન મુકેશભાઇ રામાવત (૭૫૬૭૫ ૧૪૧૨૭)એ જ્ઞાતીજનને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
