હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામે રેડ: 2000 લીટર આથો, 270 લીટર દારૂ સહિત 95,500નો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ


SHARE







મોરબીના નીચીમાંડલ ગામે રેડ: 2000 લીટર આથો, 270 લીટર દારૂ સહિત 95,500નો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ

મોરબીના નીચીમાંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 2000 લીટર આથો, 270 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને અન્ય વસ્તુઓ મળીને કુલ 95,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાશી ગયેલ બે શખ્સ સહિત ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નીચી માંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2000 લીટર આથો તથા 270 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય વસ્તુઓ મળીને કુલ 95,500 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો જો કે પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી નાસી ગયેલ શખ્સ સહિતનાઓની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ ઉર્ફે વાલીયો શામજીભાઈ ઝંઝવાડીયા રહે. ત્રાજપર તથા ગૌતમ ઉર્ફે ગટ્ટો રહે. ઊંચી માંડલ અને અન્ય અજાણ્યા બે શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News