મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો
SHARE







મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો
મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે કોઈપણ કારણોસર પાણીમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન વિટ્રીફાઈડ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા પ્રવેશકુમારનો 15 વર્ષનો દીકરો રૂપેશકુમાર કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા તેની લાશ મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે પહોંચી ગઈ હતી જેથી કરીને ડેમના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નરેન્દ્રકુમાર રામકેશ રહે. હાલ લખધીરપુર રોડ ઓમેન વીટ્રીફાઇડ કારખાનાની લેબર કોલોનીમાં મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
