મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો
મોરબીના નીચીમાંડલ ગામે રેડ: 2000 લીટર આથો, 270 લીટર દારૂ સહિત 95,500નો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ
SHARE







મોરબીના નીચીમાંડલ ગામે રેડ: 2000 લીટર આથો, 270 લીટર દારૂ સહિત 95,500નો મુદામાલ કબ્જે, આરોપીઓની શોધખોળ
મોરબીના નીચીમાંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 2000 લીટર આથો, 270 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને અન્ય વસ્તુઓ મળીને કુલ 95,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાશી ગયેલ બે શખ્સ સહિત ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નીચી માંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2000 લીટર આથો તથા 270 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય વસ્તુઓ મળીને કુલ 95,500 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો જો કે પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી નાસી ગયેલ શખ્સ સહિતનાઓની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ ઉર્ફે વાલીયો શામજીભાઈ ઝંઝવાડીયા રહે. ત્રાજપર તથા ગૌતમ ઉર્ફે ગટ્ટો રહે. ઊંચી માંડલ અને અન્ય અજાણ્યા બે શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
