મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી આઈટીઆઈમાં સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ શરૂ


SHARE









મોરબી આઈટીઆઈમાં સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ શરૂ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી સ્થિત આઈટીઆઈ ખાતે ક્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશન એજ્યુકેશન યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માંગને આધારિત ટૂંકાગાળાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 5 પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિરામિક ઉદ્યોગોની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષ ટૂંક સમયમાં શરૂ કરાશે. જેથી ટૂંકાગાળામાં તાલીમ મેળવીને રોજગારી/સ્વરોજગારી મેળવી શકાય.

આ કોર્ષમાં લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક બોડી પ્રિપરેશન, લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક ગ્લેઝ પ્રિપરેશન અને ગ્લેઝિંગ ઓપરેટર (સિરામિક) નામના કોર્ષ શરૂ થશે. જેમાં ધોરણ 5 પાસ કોઈપણ પ્રવેશ મેળવી શકશે. કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈને તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન તથા વધુ માહિતી મેળવવા જાહેર રજાના દિવસ સિવાય 10 થી 5 વાગ્યા સુધીમાં આઈટીઆઈ ખાતે રૂબરૂ સંપર્ક ક૨વા જણાવાયું છે. ૨જિસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ લાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં.97265 99910 (આર.આર. હળવદિયા)નો સંપર્ક કરવા જણાવાયું છે.




Latest News