મોરબીના લુટાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત
મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત
SHARE
મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત
મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ કારખાનાની બહાર પાણીનો ખાડો ભરેલો હતો જ્યાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ તે ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે.
મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આરક્રોસ માઇક્રોન કારખાનાની બહારના ભાગમાં પાણીનો ખાડો ભરેલો હતો. ત્યાં ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બાળકો રમતા હતા દરમ્યાન પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (5), કુલદીપ કૈલાશભાઈ દાવર (6) અને ખુશ્બુ કૈલાશભાઈ દાવર (4) નામના ત્રણ બાળકો કોઈ કારણોસર ત્યાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેને સ્થાનિક લોકોએ પાણીમાંથી તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતક બાળકોમાં બે સગા ભાઈ બહેન છે અને અન્ય એક બાળકીનો સમાવેશ થાય છે આમ ત્રણ માસુમ બાળકોના મોત થવાથી પરપ્રાંતિય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે