મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા કેમ્પ યોજાયો


SHARE







મોરબીના નવા સાદુકા ગામે આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા કેમ્પ યોજાયો

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ "શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપીદ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા નવા સાદુકા ખાતે ગામે ગઇકાલે ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે કેમ્પનો ૩૫ દર્દીઓએ લાભ લીધો હતો. આ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.મોહિત ડાંગર અને ડૉ. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કેમ્પ યોજાયો હતો. આ તકે બધા ડૉક્ટર દ્વારા લોકોને ફિઝિયોથેરાપી શું છે અને તેના લાભ વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પથી સ્થાનિક લોકોને ઘણો લાભ થયો હતો. અને શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની ગામના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા ગામના લોકોએ વ્યક્ત કરી હતી.




Latest News