હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત


SHARE













મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત

મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ કારખાનાની બહાર પાણીનો ખાડો ભરેલો હતો જ્યાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ તે ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે.

મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આરક્રોસ માઇક્રોન કારખાનાની બહારના ભાગમાં પાણીનો ખાડો ભરેલો હતો. ત્યાં ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બાળકો રમતા હતા દરમ્યાન પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (5)કુલદીપ કૈલાશભાઈ દાવર (6) અને ખુશ્બુ કૈલાશભાઈ દાવર (4) નામના ત્રણ બાળકો કોઈ કારણોસર ત્યાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેને સ્થાનિક લોકોએ પાણીમાંથી તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતક બાળકોમાં બે સગા ભાઈ બહેન છે અને અન્ય એક બાળકીનો સમાવેશ થાય છે આમ ત્રણ માસુમ બાળકોના મોત થવાથી પરપ્રાંતિય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે






Latest News