મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામના તળાવ પાસે યુવતી ફોટો ક્લિક કરવા ગઈ ત્યાં એક્ટિવાની ઉઠાંતરી !


SHARE







ટંકારાના ઘુનડા (સ) ગામના તળાવ પાસે યુવતી ફોટો ક્લિક કરવા ગઈ ત્યાં એક્ટિવાની ઉઠાંતરી !

ટંકારાના ઘુનડા ગામે રહેતી મહિલાની દીકરી એક્ટિવા લઈને બહેન બનેવી સાથે ગામના તળાવ પાસે ફોટો પાડવા માટે ગઈ હતી ત્યારે એકટીવાને હેન્ડલ લોક કર્યું ન હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક્ટિવાની ચોરી કરવામાં આવે છે જેથી 45,000 રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવર (45)એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. 29/8/25 ના રોજ તેની દીકરી તન્વી તથા તેની મોટી દીકરી કેયા અને જમાઈ સુનિલભાઈ બે અલગ અલગ વાહનમાં ઘુનડા (સ) ગામના તળાવ પાસે ફોટો પાડવા માટે થઈને ગયા હતા ત્યારે તન્વીએ તેના એકટીવા નંબર જીજે 36 એએમ 8549 ને પાર્ક કરીને મૂક્યું હતું જો કે, એક્ટિવાને હેન્ડલ લોક કર્યો ન હતો જેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે એક્ટિવાની ચોરી કરવામાં આવેલ છે જેથી 45,000 રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News