ટંકારાના ઘુનડા (સ) ગામના તળાવ પાસે યુવતી ફોટો ક્લિક કરવા ગઈ ત્યાં એક્ટિવાની ઉઠાંતરી !
હળવદના જુના ઇસનપુર ગામે યુવાનને ઘર પાસેથી બાઇક લઈને નીકળે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી: બંનેપક્ષેથી ફરિયાદ
SHARE
હળવદના જુના ઇસનપુર ગામે યુવાનને ઘર પાસેથી બાઇક લઈને નીકળે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી: બંનેપક્ષેથી ફરિયાદ
હળવદના જુના ઇસનપુર ગામે અગાઉ કરવામાં આવેલ હુમલાની ફરિયાદ કરવામાં આવી હતી દરમ્યાન યુવાન બાઇક લઈને ઘર પાસેથી નીકળતા તેને રોકીને ઘર બાજુ બીજી વખત નીકળીશ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ગાળા ગાળી અને બોલાચાલી થયેલ હતી અને હવે બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના જુના ઇસનપુર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ બાલાભાઈ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા રહે. બંને જુના ઇસનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓના ઘર પાસેથી ફરિયાદી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જગદીશભાઈએ તેના બાઇકને ઉભું રખાવ્યું હતું અને ઘર બાજુ બીજી વખત નીકળીશ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી તથા ગાળો આપી હતી જ્યારે પરાક્રમે હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જ્યારે સામાપક્ષેથી જૂના ઇસનપુર ગામે રહેતા પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણા (25)એ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ સોંડાભાઈ સારોલા રહે. જુના ઇસનપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીના કુટુંબના માણસોએ અગાઉ ફરિયાદીના પિતા છનાભાઈ ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો જે બાબતે ફરિયાદ કરેલ હોય જેથી સાહેદ જગદીશભાઈએ આરોપીને પોતાના ઘર પાસેથી નહીં નીકળવા કહ્યું હતું ત્યારે આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડની રાપ લઈ ફરિયાદીને મારવા આવીને ધમકી આપેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે