મોરબીના નવા સાદુળકા ગામે આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા કેમ્પ યોજાયો
કચ્છથી ખાનગી લક્ઝરી બસમાં અમદાવાદ જઇ રહેલ યુવાને ડ્રાઈવરને વાહન ધીમે ચાલાવવાનું કહેતા માળીયા (મી) નજીક હોટલ પાસે માર પડ્યો !
SHARE
કચ્છથી ખાનગી લક્ઝરી બસમાં અમદાવાદ જઇ રહેલ યુવાને ડ્રાઈવરને વાહન ધીમે ચાલાવવાનું કહેતા માળીયા (મી) નજીક હોટલ પાસે માર પડ્યો !
કચ્છથી ખાનગી લક્ઝરીમાં બેસીને યુવાન તેના સાસુ સાથે અમદાવાદ તરફ જઈ રહ્યો હતો દરમિયાન બસ ધીમે ચલાવવા માટે યુવાને ડ્રાઇવરને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા માળીયા મીયાણા નજીક હાઈવે રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ નામની હોટલ પાસે ટ્રાવેલ્સને રોકી હતી અને ત્યાં ડ્રાઇવર અને તેના બે મિત્રોએ યુવાનને ગાળો આપીને ઝઘડો કર્યો હતો તથા યુવાનને લાતો, ફેંટો, ગળદા અને પાટુ તેમજ લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ બસના ડ્રાઇવર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અમદાવાદમાં આવેલ દાણીલીમડા પરીક્ષિતલાલનગર ભીલવાસમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ દાફડા (32)એ પવન ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર એમપી 44 ઝેડ ઇ 9999 ના ચાલક અસલમ રહે. આદિપુર તથા અન્ય બે અજાણ્યા શખ્સ આમ કુલ ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેના સાસુ કમળાબેન સાથે પવન ટ્રાવેલ્સની બસમાં કચ્છથી બેસીને અમદાવાદ તરફ જતો હતો ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં માળિયા મીયાણાના હાઇવે રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલથી એકાદ કિલોમીટર આગળ ફરિયાદીએ ડ્રાઇવરને બસ ધીમે ચલાવવા માટે કહ્યું હતું જે બાબતે બોલાચાલી, ઝઘડો કરીને ફરિયાદીને ગાળો આપી હતી દરમિયાન ડ્રાઇવરે તેના બે મિત્રોને ફોન કરીને સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ નામની હોટલે બોલાવ્યા હતા અને ત્યાં હોટલના વોશરૂમ પાસે આરોપી અસલમે ફરિયાદીને લાતો, ફેંટો, ગળદા પાટુનો માર માર્યો હતો જ્યારે તેના મિત્રએ લાકડાના ધોકા વડે ફરિયાદીને શરીરે તથા ડાબા હાથે અને પગે મારમારીને ઇજા કરી હતી. જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.