મોરબીમાં પોલીસ અધિકારીઓનાં હસ્તે ખુલ્લો મુકાયો દુર્ગાપુજા મહોત્સવનો પંડાલ
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા-શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા-શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 જેટલી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારે 1008 મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી હાજર રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ ગરબીમાં ભાગ લેતી 700 થી પણ વધુ દીકરીઓને બોલાવીને તેઓનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના હોદેદારો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
આ તકે 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિતરહ્યા અને સંતો મહંતો તેમજ આગેવાનો દ્વારા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ દરેક કન્યાઓને લ્હાણી આપવામાં આવી હતી. અને અંતમાં શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આમ નવરાત્રિ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત તેમજ મહિલા મંડળની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.