મોરબીમાં પોલીસ અધિકારીઓનાં હસ્તે ખુલ્લો મુકાયો દુર્ગાપુજા મહોત્સવનો પંડાલ
SHARE
મોરબીમાં પોલીસ અધિકારીઓનાં હસ્તે ખુલ્લો મુકાયો દુર્ગાપુજા મહોત્સવનો પંડાલ
દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ત્યારે મોરબીના લખધીરવાસ ચોકમાં શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાંચ દિવસના મહોત્સવનો શનિવારથી પ્રારંભ થયો છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓનાં હસ્તે પંડાલને ખુલ્લો મૂકવામાં આવેલ હતો.
મોરબી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષથી દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ દુર્ગાપુજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને શનિવારે પહેલા દિવસે મોરબી એ ડિવિઝનના પીઆઇ રાકેશકુમાર પટેલના હસ્તે દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન કરવામાં આવશે ત્યાર બાદ તા.૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી માતાજીની સેવા પુજા કરવામાં આવશે.
દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે રાખીને ઉજાવવામાં આવે છે. અને મોરબીમાં જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મહા આરતીનો સમય દરરોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધીનો રહેશે. અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવે છે જેનો સમય સાંજે ૬:૩૦ થી ૮:૦૦ વાગ્યાનો રહેશે. ત્યાર બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્યનો સમય રાત્રે 9:00 વાગ્યા પછીનો રહેશે. અને વિર્સજન યાત્રા વિજયદસમી તા.૦૨ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. આ દુર્ગાપુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.