મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો અંગારા રાસ


SHARE







મોરબીમાં હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો અંગારા રાસ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબીમાં હાઉસિંગ બોર્ડમાં રહેતી બાળકો દ્વારા લોકોની સમક્ષ અવનવા રાસ રજૂ કરવામાં આવતા હોય છે દરમિયાન શનિવારની રાતે હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને સળગતા દેવતા ઉપર બાળાઓએ રાસ રજુ કરીને માતાજીની આરાધના કરી હતી

વર્તમાન સમયમાં નવરાત્રી દરમિયાન ગરબી કરતાં ગરબાનું મહત્વ વધી ગયું છે અને અર્વાચીન રાતોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો જતા હોય છે જોકે આજની તારીખે પણ કેટલાક વિસ્તારોની અંદર પ્રાચીન ગરબીઓને જાળવી રાખવામાં આવી છે અને ત્યાં બાળાઓ દ્વારા લોકોને જકડી રાખે તેવા એકથી એક ચડિયાતા રાસ રજૂ કરવામાં આવતા હોય છે આવી જ એક ગરબી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં કરવામાં આવે છે અને ત્યાંના આયોજકો દ્વારા ગરબીમાં ભાગ લેતી બાળાઓને જુદા જુદા રાસની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે ત્યાર બાદ નવરાત્રી દરમિયાન નવ દિવસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ જુદા જુદા રાસ રજૂ કરવામાં આવે છે. દરમ્યાન શનિવારે રાત્રે હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને સળગતા દેવતા ઉપર ચચાર ચોકમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવતા ગરબી જોવા માટે આવેલા લોકોએ ગરબીમાં રાસ રજૂ કરતી બાળાઓની આરાધના અને તેના રાસને બિરદાવ્યો હતો અને પ્રસન્નતા કરી હતી.






Latest News