મોરબીમાં હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો અંગારા રાસ
હળવદ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક મેળતા ડીજીપીએ પ્રશંસાપાત્ર એનાયત કર્યો
SHARE
હળવદ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક મેળતા ડીજીપીએ પ્રશંસાપાત્ર એનાયત કર્યો
હળવદ પોલીસ સ્ટેશન નવા પેરા મીટર્સ આધારે કરવામાં આવેલ પોલીસે સ્ટેશન રેન્કીંગ પ્રક્રિયામાં ફર્સ્ટ રેન્ક ઉપર આવેલ છે જેમાં ખાસ કરીને પોલીસના ગેરવર્તનની અરજી ઓછી અને લોકોપયોગી સુવિધા વધારે હશે તેવા પોલીસ સ્ટેશનને રેન્ક આપીને ડીજીપી દ્વારા સન્માન પત્ર આપવામાં આવેલ છે. ઉલેખનીય છેકે, રાજ્યના 40 પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં આવેલા પોલીસ સ્ટેશનોને શહેર અને જિલ્લા વાઈઝ એકથી ત્રણ નંબરના રેન્ક આપવાની સિસ્ટમ હવે, નવા પેરામીટર્સ મુજબ નક્કી કરવામાં આવેલ છે. આ રેન્કીંગ અગાઉ ગુનાના આંકડા પરથી નક્કી થતું હતું જેમાં ફેરફાર કરી પોલીસ સ્ટેશનથી પ્રજાને થયેલ લાભ અને મળેલી સુવિધાઓ પર રેન્ક નક્કી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ સ્ટેશન કે તેના સ્ટાફ વિરૂદ્ધ થયેલી અરજીઓને ધ્યાને લઈને હળવદ પોલીસ સ્ટેશનનો ફર્સ્ટ રેન્કમાં સમાવેશ થયો છે જે મોરબી જિલ્લા માટે ગૌરવ સમાન છે. ત્યારે રાજ્યના જિલ્લા અને શહેરના દરેક પ્રથમ ત્રણ પોલીસ સ્ટેશનને રેન્કીંગ ફાળવવામાં આવ્યા હતા. જે રેન્કીંગમાં પસંદ થયેલ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી.વ્યાસને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલ પ્રશંસાપત્ર મોરબીના એસપી મુકેશકુમાર પટેલના હસ્તે એનાયત કરવામાં આવેલ હતો.