હળવદ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક મેળતા ડીજીપીએ પ્રશંસાપાત્ર એનાયત કર્યો
હળવદમાં છરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મૂકનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE
હળવદમાં છરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મૂકનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
વર્તમાન સમયમાં સોશ્યલ મીડીયામાં લાઈક અને વ્યુહ માટે કાયદાનો ઘણી વખત ભંગ કરવામાં આવે છે અને ફોટો વિડીયો વાયરલ કરવામાં આવે છે તેવામાં હળવદના બે શખ્સોએ ઇન્સ્ટાગ્રામમાં છરી સાથેનો ફોટો અપલોડ કર્યો હતો જેથી હળવદ પોલીસે તાત્કાલિક તે બંને શખ્સને શોધીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
હળવદ પંથકમાં સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ફોટો વાયરલ થયેલ હતો જેથી હળવદ પીઆઈ આર.ટી વ્યાસએ તપાસ કરાવતા ફોટોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું જેથી વાયરલ થયેલ ફોટોમાં દેખાતા ઇસમોને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને છરી સાથે જે ફોટો વાયરલ કર્યો હતો તે બે શખ્સ રવી મુનાભાઇ કાંજીયા રહે. દિઘડીયા હળવદ અને રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા રહે. દેવપુર (સુખપર) હળવદ વાળાની સામે ગુન્હો દાખલ કરીને હળવદ પોલીસે બંને શખ્સને કાયદાનું ભાન કરાવ્યુ હતું. અને સોશ્યલ મીડિયાના ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ કે ટવીટર વિગેરેમાં સામાજીક અશાંતી ફેલાય કે કોઇ ગુનાહીત કૃત્ય બને તેવા કોઇ વિડીયો કે ફોટો અપલોડ ન કરવા માટે હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ છે.