હળવદમાં છરી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મૂકનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબી ભારતી વિધાલય શાળામાં એક દીવસીય નવરાત્રી રાસ મહોત્સવ યોજાયો
SHARE
મોરબી ભારતી વિધાલય શાળામાં એક દીવસીય નવરાત્રી રાસ મહોત્સવ યોજાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં એક દીવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિધાર્થીઓ, વાલીઓ અને ભૂતપૂર્વ વિધાર્થી મન મૂકીને રાસ ગરબા રમ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શાળા સ્થાપક લાલજીભાઈ મહેતા તેમજ મોરબી ભાજપના અગ્રણી હોદેદારો, ધ લેમન ટ્રી હોટેલના સંચાલક પ્રશાંતભાઈ તેમજ મોરબી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,પરશુરામ યુવા ગ્રુપ અને મિશન નવભારત યુવા ગ્રુપના સભ્યો, સંગમ ફાઉન્ડેશનના પ્રમુખ સંદીપસિંહ જાડેજા, જાણીતા એડવોકેટ અને નોટરી દિલીપભાઈ અગેચાણીયા તેમજ મહિધરભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ તકે બેસ્ટ ડ્રેસ, એક્શન તેમજ પ્રિન્સ અને પ્રિન્સેસ જેવા ઇનામો આપવામાં આવ્યા હતા અને શાળામાં યોજેલ સ્પર્ધા, શિક્ષકદિન અને આરતીથાળી ડેકોરેશનમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.