મોરબી ભારતી વિધાલય શાળામાં એક દીવસીય નવરાત્રી રાસ મહોત્સવ યોજાયો
મોરબીમાં આરએસએસના આગેવાનોના ઘરે 143 જેટલી કન્યાઓનું પૂજન કરાયું
SHARE
મોરબીમાં આરએસએસના આગેવાનોના ઘરે 143 જેટલી કન્યાઓનું પૂજન કરાયું
મોરબીમાં આરએસએસ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા ગતિવિધિ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આરએસએસના 70થી વધુ કાર્યકર્તાઓના ઘરોમાં 143થી વધુ કન્યાઓનું પૂજન કરાયું હતું. જેમાં અનુસૂચિત સમાજની શક્તિ સ્વરૂપ કન્યાઓને આમંત્રિત કરીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું. માતૃશક્તિ પૂજન દ્વારા આપણી સનાતન સંસ્કૃતિમાં ધર્મ જાગરણનું કાર્ય પરિવારથી સમાજ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા "સામાજિક સમરસતા", "સહઅસ્તિત્વ" અને "મુલ્યમય સંસ્કાર"ના ભાવને વધાવવાનો સંઘનો પ્રયાસ રહ્યો હતો. દરેક કન્યાનું પૂજન કરીને તેને ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી









