મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ


SHARE













મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ

વડાપ્રધાન દુરંદેશી વિઝન થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. સહકાર ક્ષેત્રના વિકાસની સાથે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકામાં વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોએ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

મોરબીમાં વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામના પશુપાલક બાદી નઝરમહમ્મદ સાજીભાઈએ જણાવ્યુ હતું કે, આજની પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય એવો છે કે ખેતી સાથે સીધો સંકળાયેલો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એવી નેમ છે કે, દરેક સહકારી મંડળીઓની ઓનલાઈન નોંધણી થાય જેથી તમામ કામગીરી પારદર્શક બની રહે અને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવામાં સરકારની મહત્વની ભૂમિકા રહી છે. ભારતના દરેક પશુપાલકની ચિંતા કરતા દરેક ગામડે ગામડે, છેડાના વિસ્તારમાં કે દરિયા પટ્ટીમાં વસતા દરેક પશુપાલકને દૂધના પૂરતા ભાવ મળે તે માટે જરૂરી તમામ મહત્વના પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા છે જેને અમે બિરદાવીએ છીએ.






Latest News