મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કારખાનેદારને ફોલ્ટ વાળું મશીન આપનાર કંપનીને ૩૨.૦૬ લાખ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબી જીલ્લામાં કારખાનેદારને ફોલ્ટ વાળું મશીન આપનાર કંપનીને ૩૨.૦૬ લાખ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા અને લજાઈ ચોકડી પાસે મેટા પેક નામની ફેકટરી ધરાવતા વ્યક્તિએ વિનાયક એન્જીનીયરીંગ ફરીદાબાદથી ૩૨,૦૧,૦૦૦ નું મશીન મંગાવ્યું હતું અને મશીન ચાલતુ ન હોઈ કંપની ફોલ્ટ હતો જેથી રકમ પરત માંગતા વિનાયક એન્જીનીયરીંગના માલીકે રૂપિયા આપવાની ના પડી હતી જેથી મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ કર્યો હતો જેથી કોર્ટે તા.૧૮-૦૯-૨૦૨૪ થી રકમ વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, મોરબીના રહેવાસી સુરેશભાઈ છગનભાઈ વડનગરા લજાઈ ચોકડી પાસે મેટા પેક નામની ફેકટરી ધરાવે છે અને તેણે હરીયાણાના ફરીદાબાદની વિનાયક એન્જી. કંપની પાસેથી ૩૦,૦૯,૦૦૦ માં મશીનરી મંગાવેલ હતી જો કે, કંપનીએ સમય મર્યાદામાં મશીનરી આપેલ ન હતી અને આપેલ મશીન કંપની ફોલ્ટ વાળું હતુ જેથી સુરેશભાઈએ મોંઘા ભાવના કારીગરને રાખી વડીયો કોલ દ્વારા કંપનીના કહેવા પ્રમાણે કર્યું હતું તો પણ મશીન ચાલુ થયેલ ન હતું જેથી કંપનીના માણસોને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ આવતા ન હતા અને ખર્ચ આપતા ફરીદાબાદથી ત્રણ માણસો આવ્યા હતા જો કે, તે મશીન ચાલુ કરી શકયા ન હતા જેથી કંપની ફોલ્ટ હોસુરેશભાઈને બધુ થઈને રૂા. ૪૪,૮૮,૪૮૮ નુ ખર્ચ થયું હતું અને વિનાયક એન્જી. કંપનીની સેવામાં ખામી છે. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ કર્યો હતો જેમાં મશીનરીની કિંમત ધ્યાનમાં લઈ રૂપીયા ૩૨,૦૧,૦૦૦ અને ૫૦૦૦ ખર્ચના મળી કુલ ૩૨,૦૬,૦૦૦ રૂપિયા તા.૧૮-૮-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કોર્ટે કર્યો છે.






Latest News