મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીની ઓમ શાંતિ શાળામાં ઉડાન-અંતરીક્ષ કિ ઓર નો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમ શાંતિ શાળામાં ઉડાન-અંતરીક્ષ કિ ઓર નો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં જય સરદાર એજ્યુકશન ટ્રસ્ટના ટી.ડી.પટેલ સંચાલિત ઓમશાંતિ શાળામાં અનોખો અને જ્ઞાનવર્ધક ઉડાન-અંતરીક્ષ કિ ઓરકાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પરિસરમાં વિશેષ ડોમ થિયેટર સ્થાપવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓએ અંતરીક્ષની અજોડ માહિતી, ગ્રહ-ઉપગ્રહ, તારામંડળ તથા બ્રહ્માંડના રોચક દ્રશ્યો નિહાળ્યા હતા. આ જીવંત અનુભવે વિધાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે નવી ઉત્સુકતા જગાવી હતી. આ કાર્યક્રમની ખાસ આકર્ષક પળ એ રહી કે, અવકાશયાત્રીએ પોતાનો સ્પેસ સૂટ પહેરીને વિધાર્થીઓ સાથે પરંપરાગત ગરબો રમીને સૌને ચકિત કરી દીધા હતા આધુનિક વિજ્ઞાન અને ગુજરાતી સંસ્કૃતિનો આ અનોખો સંગમ સૌના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી ગયો હતો. શાળાના સંચાલક મંડળે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ બાળકોને અંતરીક્ષ વિજ્ઞાન વિષે પ્રેરણા આપવા તથા નવીન ટેક્નોલોજી સાથે સંસ્કૃતિનું સંકલન કરાવવાનો છે. વિધાર્થીઓ તથા વાલીઓએ આ પ્રયાસની હર્ષભેર પ્રશંસા કરી હતી અને આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પથદર્શક સાબિત થશે તેવો વિશ્વાસ શાળાવતી આચાર્ય સંજયભાઇ વિરડીયાએ વ્યક્ત કર્યો હતો.






Latest News