મોરબીની ઓમ શાંતિ શાળામાં ઉડાન-અંતરીક્ષ કિ ઓર નો કાર્યક્રમ યોજાયો
મોરબીના જલારામ ધામ ખાતે આગામી શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE







મોરબીના જલારામ ધામ ખાતે આગામી શનિવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ ધામ ખાતે આગામી તા ૪ ના રોજ તરશીભાઈ હરખાભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ સુધીમાં આ મંદિરે ૪૮ કેમ્પ કરવામાં આવેલ છે જેનો કુલ ૧૩૬૯૫ લોકોએ લાભ લીધો હતો અને ૬૨૧૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
મોરબીમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિરે આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આગામી તા ૪/૧૦ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન તરશીભાઈ હરખાભાઈ દેત્રોજા પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના અનુભવી ડોકટરો દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની જરૂર નથી અને દર્દીએ તેનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
