મોરબીની નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન-જિલ્લા કોર્ટની મુલાકાત લીધી
મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ
SHARE







મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓએ રજૂ કર્યો સળગતી ઇંઢોણીનો રાસ
મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે તેવામાં આ ગરબીની બાળાઓ દ્વારા આંગારા રાસ બાદ સળગતી ઇંઢોણી સાથેનો રાસ રજૂ કર્યો હતો. જે જોઈને સહુ કોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.
મોરબીના શનાળા રોડે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વર્ષ 1993થી ગરબી કરવામાં આવે છે અને ત્યાર રહતા પરિવારની દીકરીઓ આ ગરબીમાં ભાગ લેતી હોય છે અને નવરાત્રિ દરમ્યાન જુદાજુદા રાસ લોકોની સમક્ષ રજૂ કરતી હોય છે. આ ગરબીના આયોજકોને કહેવા મુજબ લોકો આજે ભલે મોર્ડન અને હાઈટેક બની ગયા હોય પરંતુ આ ગરબીમાં આજની તારીખે પણ ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવતા નથી અને મંત્ર પરંપરાગત રીતે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે. આ ગરબીમાં પાંચ વર્ષથી લઈને 22 વર્ષ સુધીની દિકરીઓ ભાગ લેતી હોય છે અને એક મહિના સુધી જુદાજુદા રાસની પ્રેક્ટિસ કરીને લોકોની સમક્ષ નવરાત્રિ દરમ્યાન તે રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ગરબીમાં 191 થી વધુ બાળાઓએ ભાગ લીધેલ છે. આ ગરબીમાં તલવાર રાસ, મોગલ માં નો રાસ, સાઢણી રાસમ અંગારા રાસ વિગેરે જેવા અનેક રાસ રજૂ કરવામાં આવે છે. તેની સાથો સાથ આ ગરબીની બાળાઓનો સળગતી ઈઢોંણીનો રાસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઉપરાંત ચાચર ચોકમાં જે રાસ રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે ઉંટ અને ઘોડા જેવા રિયલ અભિનય પણ તેમાં સામેલ કરવામાં આવે છે. અને નવરાત્રિ પૂર્ણ થતા દરેક દિકરીને આયોજકો દ્રારા દાતાઓના સહકારથી લ્હાણીનું વિતરણ કરવામાં આવે છે. અને આ ગરબીના આયોજનને સફળ બનાવવા માટે 40થી વધુ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવે છે.
