મોરબીની “માઁ ગરબી” માં વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની આરતી બાદ સમાજની 75 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અર્પણ કરી
SHARE







મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની આરતી બાદ સમાજની 75 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અર્પણ કરી
મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેમાં આઠમની આરતી માટે ચડાવો બોલવામાં આવેલ છે તે રીતે આ વર્ષે આરતી માટે સહુથી મોટી બોલી 9.51 લાખની હતી. પરંતુ આ વર્ષે આઠમની મહાઆરતીના યજમાને કોઈપણ પ્રકારનો આરતીમાં ખોટો દેખાડો કરવાને બદલે તે રકમ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓને આવામાં આવે તેવો વિચાર રજૂ કર્યો હતો જેથી આ રકમમાં આયોજકોએ તેમજ અન્ય દાતાઓએ રકમ જોડીને માતા-પિતા વિહોણી કે પછી પિતા વિહોણી જરૂરિયાતમંદ દીકરીઓએ આર્થિક સહાય આપવાનો નિર્ધાર કર્યો હતો અને ગઇકાલે આઠમની લાભર્થી દીકરીઓના હસ્તે કરાવવામાં આવી હતી અને 75 દીકરીઓને સ્ટેજ ઉપર બોલાવીને દરેકને 21-21 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા અને હજુ પણ જે નામ આવશે તેણે ઉમિયા નવરાત્રિના આયોજકો દ્વારા દાતાના સહકારથી આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મોરબીની શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આઠમની આરતી માટે ચડાવો (બોલી) બોલવામાં આવી હતી જેમાં સૌથી વધુ 9.51 લાખ રૂપિયા આપીને કિશનભાઈ ગામી આરતીના યજમાન બન્યા હતા જો કે, ત્યેઓએ આઠમની મહાઆરતીના ચઢાવાની જે રકમ આપી તે બદલ આરતી પાછળ થતો બિનજરૂરી ખર્ચ, દેખાડા અને ભવ્ય એન્ટ્રી વિગેરે કશું ન કરીને આ ખર્ચ બચાવીને તે રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી બહેન-દીકરીઓને આપવાનો વિચાર ઉમિયા નવરાત્રિના આયોજકો સમક્ષ મૂક્યો હતો જેને આયોજકોએ વધાવ્યો હતો અને મુખ્ય યજમાનની રકમમાં આયોજકો તેમજ અન્ય દાતાની રકમ જોડીને જેટલી પણ દીકરીના નામ આવે તેને 21-21 હજાર રૂપિયા આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ગઇકાલે આઠમની મહાઆરતી યજમાન કિશનભાઈ ગામીના હસ્તે નહીં પરંતુ જે દીકરીઓને આર્થિક સહાય આપવાની હતી તેના હસ્તે કરવામાં આવી હતી અને કિશનભાઈ ગામી તેમજ શ્રી ઉમિયા નવરાત્રીના આયોજકો સહિતના લોકો આરતીમાં જોડાયા હતા અને આરતી પૂર્ણ થયા પછી કિશનભાઈ ગામી તેમજ શ્રી ઉમિયા નવરાત્રીના આયોજકો દ્વારા સમાજની 75 જેટલી દીકરીઓને સ્ટેજ ઉપર બોલાવીને તેઓને રોકડા 21-21 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
વધુમાં માહિતી આપતા અનિલભાઈ વરમોરાએ જણાવ્યુ હતું કે, આ આર્થિક સહાય માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં સહાય ફક્ત પાટીદાર સમાજની અપરણિત બહેન-દીકરીઓને આપવાની, જે દીકરીઓના માતા-પિતા હયાત ન હોય અથવા પિતા હયાત ન હોય અને અન્ય કોઈ આર્થિક સ્ત્રોત-સાધન ન હોય તેણે સહાય આપવાની તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને સમાજના આગેવાનોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને હાલમાં પાટીદાર સમાજની જરૂરિયાતમંદ 75 દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવેલ છે. વધુમાં માહિતી આપતા લાલભાઇ પટેલ જણાવ્યુ હતું કે, 50 દીકરીઓને સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, 75 જેટલા નામ આવ્યા હતા તે તમામ દીકરીઓને સહાય આપવામાં આવેલ છે અને હજુ પણ નામ આવી રહ્યા છે જેથી હજુ વધુ 25 દીકરીઓ મળીને 100 જેટલી દીકરીઓને શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા દાતાઓના સહકારથી આર્થિક સહાય આપવામાં આવશે.
