મોરબીના રવાપર ગામે ગીતા ગરબી મંડળમાં દીકરીઓએ પહેલગામ હુમલની ઝાખી સાથે નાટક રજૂ કર્યું
મોરબીની “માઁ ગરબી” માં વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
SHARE







મોરબીની “માઁ ગરબી” માં વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રી બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવા સમયે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલના લીધે ઘણી જગ્યાએ ગરબી અને ગરબા બંધ રાખવામા આવ્યા હતા અને ગરબી તેમજ ગરબામાં કમોસમી વરસાદ વિઘ્ન બની રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જો કે, ગઇકાલે વરસતા વરસાદની વચ્ચે મોરબીની “માઁ ગરબી” માં ક્ષત્રિયા સમાજની દીકરીઓએ અદ્ભુત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ ગરબીના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીઓ યોજવામાં આવી રહી છે અને તેનો દબદબો પણ જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળોને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે જો કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા તથા તેમના ભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા “માઁ ગરબી” નું આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનો દીકરીઓ વિના મુલ્યે ફ્રી સ્ટાઈલ ગરબ લેવામાં આવતા હોય છે જો કે, ચાલુ વર્ષે છેલ્લા ત્રણ નોરતાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી સાતમા નોરતે મોટાભાગની જગ્યાએ રાસ ગરબા અને ગરબી બંધ રાખવામા આવી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે પણ ગરબા અને ગરબી ચાલુ રાખવામા આવે છે ત્યારે ગઇકાલે રાતે માતાજીનાં આરાધના માટે “માઁ ગરબી” ચાલુ રાખવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો રાસ રમવા અતે આવ્યા હતા ત્યારે વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ દ્વારા અદ્ભુત તલવાર રાસ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
