મોરબીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ
મોરબી જીલ્લામાં મકાઇ, બાજરી, જુવાર તથા રાગીને ટેકાના ભાવે વેંચવા માટે ખેડૂતોએ ૩૧-૧૦ સુધીમાં કરાવી પડશે ઓનલાઇન નોંધણી
SHARE







મોરબી જીલ્લામાં મકાઇ, બાજરી, જુવાર તથા રાગીને ટેકાના ભાવે વેંચવા માટે ખેડૂતોએ ૩૧-૧૦ સુધીમાં કરાવી પડશે ઓનલાઇન નોંધણી
ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાના ભાવ ડાંગર(કોમન) માટે રૂ. ૨૩૬૯/- પ્રતિ ક્વિ. ડાંગર(ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ કિવ, મકાઇ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. ૨૭૭૫/- પ્રતિ ક્વિ, જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩૬૯૯/- પ્રતિ ક્વિ, જુવાર (માલદંડી) રૂ.૩૭૪૯/- પ્રતિ કિવ. તથા રાગી માટે રૂ. ૪૮૮૬/- પ્રતિ ક્વિ. નિયત કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઇ, બાજરી, જુવાર અને રાગીની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેવું મોરબી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.
