મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી  જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર લોકો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ


SHARE













મોરબી  જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર લોકો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુકાન હેઠળમાં દેશમાં થયેલ વિકાસ અને સુખાકારીમાં થયેલ વધારા બદલ મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યકત કર્યો છે.

વડાપ્રધાનના દુરંદેશી વિઝન થકી તથા નવા જીએસટી સુધારા મધ્યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ બન્યા છે. દૈનિક ઉપયોગની અનેક ચીજ વસ્તુઓ સસ્તી મળવાથી મધ્યમ વર્ગના પરિવારનો ખર્ચ ઘટ્યો છે અને બચત શક્ય બની છે. આવકવેરાની મર્યાદા રૂ. ૧૨ લાખ કરી જીએસટીના દર ઘટાડી અને સ્વદેશીને બળ આપીને આપે તમામ વર્ગો માટે નવી ક્રાંતિ શરૂ કરી છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કરેલ પહેલ માટે દેશમાં નાના પાયાન ઉદ્યોગોનો ખુબ વિકાસ થયેલ છે જેનાથી દેશની આમ જનતાને સિધો લાભ થયેલ છે અને છેવાડાના દરેક ગ્રમ્ય વિસ્તારના દરેક પ્રજાજનોની સુખાકારીમાં વધારો થયેલ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત જણસીનો પુરતો ભાવ મળી રહે તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે.

આજની પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય ખેતી સાથે સીધો સંકળાયેલો છે અને પશુપાલનમાં ગ્રામ્ય કક્ષાએ દરેક પરીવારની મહિલાઓનો સૌથી વધારે ફાળો રહેલો છે. વડાપ્રધાનના સુકાન હેઠળ દેશની દરેક મહિલાઓ પગભર થાય, આર્થિક રીતે સક્ષમ બને અને તેમના પરીવારના ભરણ-પોષણ તેમજ તેમના બળકોના ભવિષ્યમાં આગવુ સ્થાન મેળવે તે માટે દૂધ સહકારી મંડળીઓને સુદૃઢ બનાવવા માટે નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક નાગરિકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા અને જિતેન્દ્રભાઈ સોમાણી, મોરબી જિલ્લા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો અને મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતબેન દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર માનવામાં આવ્યો છે.




Latest News