મોરબી જીલ્લા કક્ષાની રૂરલ આઇટી કવીઝમાં વિજેતા બનેલા વિદ્યર્થીઓના નામ જાહેર કરાયા
SHARE







મોરબી જીલ્લા કક્ષાની રૂરલ આઇટી કવીઝમાં વિજેતા બનેલા વિદ્યર્થીઓના નામ જાહેર કરાયા
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર"પ્રરિત 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે મોરબી જિલ્લાની શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે રૂરલ આઇટી કવીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની 24 શાળામાંથી 462 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પસંદ થયેલા 12 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રૂરલ આઈ. ટી.ક્વિઝ'૨૫ માં વિજેતા થયેલા પ્રથમ શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા રાજ્યકક્ષાએ જશે.
'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર જિલ્લો મોરબી દ્વારા રૂરલ આઈ ટી.ક્વિઝ''૨૫ નાં સફળતાપૂર્વક આયોજન કર્તા ડીસ્ટ્રિકટ કોર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ, નવયુગ સંકુલનાં પ્રોફેસર ડૉ. રામદેભાઈ ડાંગર, રવિભાઈ દવે તથા આઈ.પી.લેબ ઈન્ટ્કટર પાર્થભાઈ તથા વિજ્ઞાન પ્રચારક શ્રીમતિ રાજેશ્વરીબેન પંડ્યાની મદદથી કાર્ય પૂર્ણ થયેલ હતું. 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત રૂરલ આઈટી ક્વિઝ-૨૫ જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓમાં પરમાર માનવ વનરાજસિંહ (શ્રી સાર્થક વિદ્યામંદિર), અંતાણી સાન્વી ખુશકુમાર (શ્રી સાર્થક વિદ્યામંદિર), નકુમ આદિત્ય નૈનેશભાઈ (શ્રી ઓમશાંતિ ઈ.મી.સ્કૂલ), આદ્રોજા અભય જયેશભાઈ (શ્રી નવયુગ સંકુલ વિરપર), રાજપરા ઘનશ્યામ નરભેરામભાઈ (શ્રી નવયુગ સંકુલ વિરપર), પરમાર પવનકુમાર યોગેશભાઈ (શ્રી નાલંદા વિદ્યાલય વિરપર), ભીમાણી સામ્યક નિલેશભાઈ (શ્રી નાલંદા વિદ્યાલય વિરપર), ઉપાધ્યાય કથન કે. (શ્રી વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ), રૂપાલા ત્વેશ ચિરાગકુમાર (શ્રી વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ), જોષી જાન્વી એમ. (શ્રી ઑમશાંતિ ઈ.મી.સ્કૂલ વિરપર), બરાસરા યશ્વી નિલેશભાઈ (શ્રી ઓરપેટ ગર્લ્સ હાઈસ્કૂલ ટંકારા) અને રામાનુજ હર્ષ દિપકભાઇ (શ્રીમતિ આર.બી.પટેલ & શ્રી એલ.જી.મહેતા હાઇસ્કુલ ખરેડા) નો સમાવેશ થાય છે.
