મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેતરનો દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE







મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેતરનો દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

મોરબીમાં ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને બળજબરીથી ખેતરનો દસ્તાવેજ કરવી લીધેલ છે તેવી ફરીયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જે ગુન્હામાં આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયાની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ તેના વકીલ મારફતે જામીન અરજી મોરબીની કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મૂકત કરેલ છે.

બનાવની ટુંકમાં હકકીત એવી છે કે, ફરીયાદ શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણીએ મોરબી એ ડિવિઝનમાં આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયા સામે ઉછીની લીધેલ રકમના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ફરીયાદીના ખેતરનો દસ્તાવેજ આરોપીના પીતાના નામે કરાવી લીધેલ છે જે ફરીયાદ આધારે પોલીસે આરોપી વિપુલ અમુભાઈ અવાડીયાની ઘરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીઆએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા) (ગોપાલભાઈ) તથા મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ)ની ધારદાર દલીલ માન્ય રાખી આરોપીને સેસન્સ જજ કે.આરે. પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.






Latest News