વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
SHARE







વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમા યોજાયેલ મેડીકલ કેમ્પમા મહારાજા અને રાજયસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ રજુઆત કરતા રાજય સરકાર દ્વારા ૧૦૮ (એમ્બ્યુલન્સ) ની ફાળવણી કરવામાં આવી હતી જેથી લુણસર ગામના સરપંચ ડાયાબાપા, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ, ઉપસરપંચ ભાવેશભાઇ, ગ્રામ પંચાયતના સદસ્ય, ગામના આગેવાન અને લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા ૧૦૮ (એમ્બ્યુલન્સ) ના વધામણા કરવામાં આવ્યા હતા અને આ તકે ગામ લોકોએ મહારાજા અને રાજયસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ સરકારનો આભાર વ્યક્ત કયો હતો
