મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેતરનો દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
મોરબીમાં ગઇકાલે સતત ચોથા દિવસે વરસાદ: રાતે વરસાદે વિરામ લેતા ગરબી-ગરબાના આયોજનો ચાલુ રહ્યા
SHARE







મોરબીમાં ગઇકાલે સતત ચોથા દિવસે વરસાદ: રાતે વરસાદે વિરામ લેતા ગરબી-ગરબાના આયોજનો ચાલુ રહ્યા
મોરબી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો અને ગઇકાલે અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેથી આસો મહિનામાં શ્રાવણ મહિના જુઓ વરસાદ પડતો હોય તેઓ ઘાટ સર્જાયો હતી અને સતત વરસાદના લીધે સ્વેટર કાઢવા કે રેનકોટ તેનો પ્રશ્ન ઊભો થયો છે. અને ખેડૂતોના પાકને નુકશાન જાય તેવી શ્ક્યતા છે. જો કે, ગઇકાલે રાતે વરસાદે વિરામ લેતા ગરબી મંડળમાં બાળાઓ તથા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમયા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સાતમના દિવસે સાંજના સમયથી વરસાદી માહોલ શરૂ થયો છે અને છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ગઇકાલે બપોરે ત્રણ વાગ્યાથી મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે અને જે રીતે ચોમાસા દરમિયાન વરસાદ વરસતો હોય તે પ્રકારે અત્યારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેવા લાગ્યા છે.
સામાન્ય રીતે નવરાત્રી પહેલા ચોમાસુ વિદાય લેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન મેઘરાજાએ સટાસટી બોલાવી હોવાથી છેલ્લા ચાર દિવસથી ખેલૈયાઓ મૂંઝવણમાં મૂક્યા હતા જો કે, ગઇકાલે રાતે વરસાદે વિરામ લેતા ગરબી મંડળમાં બાળાઓ તથા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમયા હતા. બીજી બાજુ ખેડૂતોના ખેતરની અંદર કપાસ, મગફળી સહિતના પાક તૈયાર થવાની અણી ઉપર છે અને કેટલાક ખેડૂતોનો માલ ખેતરમાં પડ્યો છે ત્યારે આ વરસાદના કારણે તેઓના તૈયાર પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને નવરાત્રિ પછી શિયાળો શરૂ થઈ જતો હોય છે જો કે, હાલમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતાં લોકોએ સ્વેટર કાઢવા કે રેનકોટ તે સમજાતું નથી.
