મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્રારા ત્રિશુલ દિક્ષા અપાશે
ટંકારાના પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું નવજીવન
SHARE









ટંકારાના પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું નવજીવન
કડક કહેવાતી ખાખીની કરૂણા ; બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું
ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે.જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ બીજા માળે ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કરી ખુલ્લા આકાશમાં ઉડતું મૂક્યું હતું.
પોલીસ લોકસેવા નહીં પરંતુ પ્રાણીસેવા પણ કરી બતાવે છે.તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કુરીયાએ શાંતિદૂત ગણાતા એક કબૂતર કેજે બીજા માળે દોરીમાં ફસાય ગયું હતું. જેની સાગરભાઈને જાણ થતા તેઓએ બીજી મંજિલે ચડીને કણસતા કબુતરનો જીવ બચાવ્યો હતો. આ કાર્ય માટે ટંકારા ફોજદાર બી.ડી.પરમાર સહિતના પોલીસ સ્ટાફે સાગરભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
Attachments area
