માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે કારમાં ૧૦૨ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE

















મોરબીના નીચી માંડલ ગામે કારમાં ૧૦૨ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રેડ કરવામાં આવી હતી જ્યાંથી કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ૧૦૨ બોટલ વિદેશી દારૂ સાથે એક શખસ પકડાતા હાલમાં તેની ધરપકડ કરીને તેણે આ માલ ક્યાંથી મેળવ્યો છે..? અને કોને પહોંચાડવાનો હતો..? તે દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગઇકાલે મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા કોમ્બીંગ નાઇટ અને વાહન ચેકીંગ ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે ડીવાયએસપી રાધિક ભારાઇના માર્ગદર્શન હેઠળ સતત કોમ્બીંગ વાહન ચેકીંગ કરાતા હતા જે અનુસંધાને તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા તથા તાલુકા પોલીસ સ્ટાફના માણસો મોરબી તાલુકા વિસ્તારમાં વાહન ચેકીંગ કોમ્બીંગ અનુસંધાને અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ આગલ તથા કોન્સ્ટેબલ પંકજભા ગુઢડાને ખાનગીરાહે બાતમી મળી હતી કે, કિશોરભાઇ બચુભાઇ બળોધરા રહે. નીચી માંડલ હિતેશભાઇ વાણંદના મકાનમાં ભાડેથી વાળાના મકાન પાસે એક સિલ્વર કલરની ફોર્ડ કંપનીની ફીગો કાર નંબર જીજે ૩ ઇઆર ૨૫૪૨ વાળીમાં ઇગ્લીશ દારૂ રાખી ચોરી છુપીથી તેનું વેંચાણ કરે છે તેવી ચોકકસ હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ ૧૦૨ બોટલોનો જથ્થો મળી આવતા રૂા.૨૫,૫૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂા.એક લાખની કાર એમ કુલ રૂા.૧,૨૫,૫૦૦ ના મુદામાલની સાથે તાલુકા પોલીસે બુટલેગર કિશોરભાઇ બચુભાઇ બળોધરા જાતે કોળી (ઉ.વ.૩૦) રહે નીચી માંડલ વિજયભાઇ વાણંદના મકાનમાં મોરબી  મુળ રહે જોગડ તા.હળવદ જી.મોરબીની ધરપકડ કરેલ છે.રેડની કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ વી.જી.જેઠવા તથા સ્ટાફના સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા દ્રારા કરવામાં આવી હતી.




Latest News