મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનાના શેડ ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ થવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનાના શેડ ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ થવાથી યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી ગામ નજીક આવેલ કારખાનામાં શેડ ઉપર તૂટી ગયેલ અંજવાસીયાને બદલવા માટેની કામગીરી ચાલુ હતી ત્યારે યુવાનનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને માથામાં હેમરેજ થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સેયજોન એફઆઈબીસી એલએલપી કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આનંદભાઈ દયાશંકર બર્મા (25) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે કારખાનાના સેડ ઉપર તૂટી ગયેલ અંજવાસીયાને બદલવા માટે ગયો હતો અને ત્યારે ત્યાં કામગીરી કરતા સમયે પગ લપસી જવાના કારણે અકસ્માતે તે યુવાન શેડ ઉપરથી નીચે પ્લાન્ટમાં પડ્યો હતો અને ત્યારે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને હેમરેજ થયું હતું અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીમારી સબબ મોત

વાંકાનેરના દિગ્વિજય નગરમાં રહેતા બહાદુરખાન બુરાનખાન પઠાણ (79) નામના વૃદ્ધ પેડક સોસાયટીમાં દુકાને બેઠા હતા ત્યારે અચાનક તેને શ્વાસ ચડતા તેઓ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું અને બીમારી સબબ વૃદ્ધનું મોત થયું હોય આ અંગેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News