ટંકારાના હરબટીયાળી ગામ નજીક કારખાનાના શેડ ઉપરથી નીચે પટકાતાં માથામાં હેમરેજ થવાથી યુવાનનું મોત
મોરબીની વાવડી ચોકડી પાસેથી દારૂની સાત બોટલ સાથે એક પકડાયો
SHARE







મોરબીની વાવડી ચોકડી પાસેથી દારૂની સાત બોટલ સાથે એક પકડાયો
મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને તેની પાસે રહેલ થેલો ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાંથી દારૂની મોટી સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4900 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશસિંહ નિમ્બસિંહ ચૌહાણ (21) રહે મૂળ બરોતા કા બડીયા સારોઠ ખાના બાર જિલ્લો રાજસમંદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રચના સોસાયટીમાં રહેતા ગીતાબેન અશ્વિનભાઈ વાઘેલા (48) નામના મહિલા બાઇકમાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર ગામે રહેતા સુર્યાભાઈ નાનજીભાઈ (25) નામનો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઈક સ્લીપ
મોરબીમાં રહેતા ગોદાવરીબેન રણછોડભાઈ (60) નામના વૃદ્ધા છાત્રાલય રોડ ઉપરથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધ અને ઇજા થયો હોવાથી સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બાઈક સ્લીપ
ટંકારાના ટોળ ગામે રહેતા વજીબેન ફાંગલિયા (62) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થઇ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
