જય શ્રીરામ: મોરબીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
મોરબી નજીક ગાયત્રી સ્ટોન ક્રશરમાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
SHARE







મોરબી નજીક ગાયત્રી સ્ટોન ક્રશરમાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોનમાં કામ કરતા મજૂરનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જવાના કારણે કપાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર ખાતે કામ કરતો અર્જુન સુભાનભાઈ ભુરીયા (19) નામનો યુવાન ગાયત્રી સ્ટોન ખાતે કામ કરતો હતો ત્યારે કન્વેયર બેલ્ટમાં તેનો હાથ કપાઈ જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીમાં ઇજા
મોરબીમાં આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન ચંદ્રભાણ વૈષ્ણવ (37) નામના મહિલાને ઘરે ઝઘડો થયો હતો અને મારામારી થઈ હતી જે બનાવમાં ઈજા થવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાપ કરડી ગયો
માળીયા મીયાણા તાલુકાના નવી નવલખી ખાતે રહેતા ઈબ્રાહીમ રહીમભાઈ (10) નામના બાળકને ઘરે હતો ત્યારે ત્યાં સાપ કરડી જવાના કારણે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
