મોરબી નજીક ગાયત્રી સ્ટોન ક્રશરમાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનો હાથ કપાઈ ગયો
માળીયા (મી)માં થયેલ મારામારીમાં બંને પક્ષેથી બાળક સહિત પાંચને ઇજા: હળવદના ટીકર પાસે અકસ્માતમાં બે બાળક સહિત 6 ને ઇજા
SHARE







માળીયા (મી)માં થયેલ મારામારીમાં બંને પક્ષેથી બાળક સહિત પાંચને ઇજા: હળવદના ટીકર પાસે અકસ્માતમાં બે બાળક સહિત 6 ને ઇજા
માળીયા મીયાણામાં જુના રેલવે સ્ટેશન પાસે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષેથી એક બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તે તમામને સારવાર માટે મોરબીની જુદીજુદી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
માળીયા મીયાણામાં જુના રેલવે સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા જેમાં ઇલ્યાસભાઈ આદમભાઈ જામ (38), અસગર આદમહબઇ જામ (30) અને અમીન આદમભાઈ જામ (14) નામના ત્રણ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જ્યારે સલીમ મહોમદભાઈ સંધવાણી (26) અને તાજમામદ કરીમભાઈ સંધવાણી (35) નામના બે વ્યક્તિઓને મોરબીની શ્રી હરિ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા આ ઇજા પામેલા લોકોને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અજયભાઈ બાબુભાઈ (23) નામનો યુવાન અમરાપરથી ઘનશ્યામગઢ વાળા રોડ ઉપર બોલેરો લઈને જતો હતો ત્યારે બોલેરોનું સ્ટેરીંગ લોક થઈ જવાના કારણે તેનું વાહન રોડની નીચે ઉતરી ગયું હતું અને અકસ્માત થયો હતો આ બનાવમાં અજયભાઈ બાબુભાઈ ઉપરાંત ભરત ભવનભાઈ (30), જાગૃતિબેન બાબુભાઈ સોઢા (20), મનુભાઈ પોપટભાઈ (30), હસુભાઈ પોલાભાઈ (12), જાગુબેન પોલાભાઈ (12) રહે બધા ટીકર વાળાઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
