મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ


SHARE































મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ

મોરબીની એસપી કચેરી ખાતે રાજકોટ વિભાગનાં આઇ.જી. અશોકકુમારની અધ્યક્ષતામાં આયોજીત મિટિંગમાં સિરામિક એસોસિએશન અને અન્ય વિવિધ ઉધોગના આગેવાનો હાજર રહ્યા હતા.  ત્યારે મોરબીના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં ટ્રાફિક, સાઇબર ક્રાઇમના બનાવો અને તેને અટકાવવા શુ શુ પગલા લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમાં સાયબર ક્રાઇમ થયો હોય ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ માં ફોન કરી મદદ મેળવી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ઉધોગોમાં રોજીરોટી માટે આવતા કર્મચારીઓની સલામતી માટે “હેલ્મેટ વગર નો એન્ટ્રી “ બાબતની કાળજી લેવામાં આવે તો મહદઅંશે રોડ પર થતા એક્સિડન્ટમાં જાનહાનિ ટાળી શકાય છે. અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલિસ તંત્ર હંમેશા કડકહાથે કાર્યવાહી કરતુ આવ્યુ છે અને કરતુ રહેશે. મોરબીમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વારી કાર તાત્કાલિક ડીટેઇન થશે તેવી બાબતની માર્મિક ટકોર અધિકારી કરી હતી. અને ખાસ કરીને રેન્જ આઇ.જી. અવાર નવાર ઉધોગકાર સાથે બેઠક કરીને તેઓના પ્રશ્નોની સમીક્ષા કરીને તાત્કાલીક નિરાકરણ લાવતા હોય છે જેથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તેઓઑ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.  આ બેઠકમાં એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડાં વિરલ દલવાડી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.












Latest News