મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી


SHARE







મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વાઘપરા શેરી નં-6 માં રહેતા અને મજૂરી કામ કરતા ખોડીદાસભાઈ રમેશભાઈ પરમાર (32) નામના યુવાને અર્પિતકુમાર પટેલ નામના શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીએ કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનું કહ્યું હતું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ બિલ્વા કોમ્પ્લેક્સમાં વી પટેલ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાંથી બાઈકની ચોરી

વાંકાનેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ગોરધનભાઈ જોળીયા (32)હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 4 સીએસ 2469 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News