મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી
મોરબીમાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ-શસ્ત્ર પૂજનન કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીમાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ-શસ્ત્ર પૂજનન કાર્યક્રમ યોજાયો
વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરનાર છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગ રૂપે સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે નરસંગ ઉપનગર-મોરબી દ્વારા વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામા રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવકો, કાર્યકર્તાઓ તથા મોરબીના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેવી માહિતી મોરબી નગર કાર્યવાહ ડો.જયદીપભાઈ કંઝારીયા દ્વારા આપવામાં આવી હતી.
