મોરબીમાં દારૂના ગુનામાં નામ ખોલનારા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ
મોરબીમાં છૂટાછેડા બાદ સમાધાન કરવાની ના પડતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો
SHARE







મોરબીમાં છૂટાછેડા બાદ સમાધાન કરવાની ના પડતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો
મોરબીમાં રહેતી મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેના પતિ દ્વારા અવારનવાર ચારિત્ર પર શંકા કરીને ઝઘડો કરવામાં આવતો હતો જેથી તે મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા જોકે, તે મહિલાના પતિએ સમાધાન કરવા માટે કહ્યું હતું અને મહિલાએ સમાધાનની ના પડી હતી જેથી ઝઘડો થયો હતો અને ત્યારે મહિલાના પૂર્વ પતિએ તેના ઉપર છરી વડે હુમલો કરીને આંગળી, ગાલ, મોઢા, નાક, આંખ અને ડાબા પડખામાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા આમેનાબેન કાસમભાઈ બલોચ (26)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નીતિનભાઈ સોલંકી રહે. તિલકધામ સોસાયટી કુબેરના નાલા પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રવિભાઈ સોલંકી સાથે તેઓએ અગાઉ પ્રેમલગ્ન કરેલ હતા અને બાદમાં અવારનવાર ફરિયાદીના ચારિત્ર ઉપર શંકા કરીને તેની સાથે તેનો પતિ ઝઘડો કરતો હતો જેથી કરીને તેઓના છૂટાછેડા થયેલ હતા અને આરોપીએ ફરિયાદીને સમાધાન કરવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીએ સમાધાન કરવાની ના પડી હતી જેથી મોરબીના શંકર આશ્રમના ગેટ પાસે રાણીબાગની જાળી નજીક ઝઘડો થયો હતો ત્યાં આરોપીએ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ફરિયાદી મહિલાને ડાબા હાથની આંગળી, ગળાની ડાબી બાજુ, મોઢા ઉપર, ડાબી આંખ પાસે અને ડાબા પડખાના ભાગે ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ત્યાંથી તે નાસી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
