મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત


SHARE







મોરબીના રંગપર નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન શ્રમિક યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી તે યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વિરાટનગરની સામેના ભાગમાં આવેલ સિમેન્ટો વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો તુલસીરામ પ્રકાશભાઈ ગુર્જર (18) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો ત્યારે મશીનમાં હાથ આવી જવાના કારણે ઢસડાઈ જતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ યુવાનના મૃતદેહને મહેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News