મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી
ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને જીવન ટુકાવ્યું
SHARE







ટંકારાના હીરાપર ગામ પાસે કારખાના નજીકથી યુવાનની લાશ મળી: વાંકાનેરની કુંભારપરામાં યુવાને ઘરમાં કર્યો આપઘાત
ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને વીસેરા લઈને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જયારે વાંકાનેરની કુંભાર પરા શેરીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસ નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં રહેતો મૈયાદિન રામઆસરે ગૌતમ (40) નામનો યુવાન તથાસ્તુ કારખાનાથી આગળના ભાગમાં ટંકારા જવાના જુના રસ્તે કોઈપણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ફોરેન્સિક પીએમ માટે તેની લાશને રાજકોટ લઈ જવામાં આવી છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવશે અને આ બનાવ અંગેની આશિષભાઈ સુરેશકુમાર કોળી (21) રહે. હાલ તથાસ્તુ કારખાનાની ઓરડીમાં હીરાપર તાલુકો ટંકારા મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
વાંકાનેર શહેરમાં આવેલ કુંભાર પરા શેરી નંબર ત્રણમાં રહેતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (37)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી
