મોરબીના રંગપર નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત
માળીયા (મી)ના વેણાસર ગામે ઉકરડામાંથી દારૂની મોંઘીદાટ 22 બોટલ મળી !: એક આરોપી પકડાયો, એકની શોધખોળ
SHARE







માળીયા (મી)ના વેણાસર ગામે ઉકરડામાંથી દારૂની મોંઘીદાટ 22 બોટલ મળી !: એક આરોપી પકડાયો, એકની શોધખોળ
માળીયા (મી)ના વેણાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નવા પ્લોટની બાજુમાં આવેલ વાડામાં ઉકરડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની 22 બોટલ મળી આવતા પોલીસે 24,200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય એક આરોપીનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
માળીયા (મી) તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વેણાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નવા પ્લોટની બાજુમાં વાડામાં આવેલ ઉકરડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 22 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 24,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી હીરાભાઈ રમેશભાઈ લોલાડીયા (25) રહે. વેણાસર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી છગનભાઈ હિન્દુભાઈ વરુ રહે. વેણાસર વાળાનું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
દારૂની એક બોટલ સાથે પકડાયો
મોરબીમાં કલિન્દ્રી નદીના કાંઠે આઇકોન સિરામિક તરફ જવાના રસ્તા ઉપર પુલિયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે તુલસી ઉર્ફે કાનો રમેશભાઈ ઉપસરિયા (25) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે
દારૂની એક બોટલ સાથે પકડાયો
માળીયા મીયાણાના ત્રણ રસ્તા નજીક સંઘના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 5100 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સલીમભાઇ અકબરભાઇ મોવર (35) રહે. માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશી દારૂનો આથો ઝડપાયો
માળીયા મીયાણામાં આશીર્વાદ હોટલની પાછળના ભાગમાં ખરાબની જગ્યામાં દારૂની રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મોહનભાઈ નાનજીભાઈ ચાવડા (56) રહે. ખીરાઈ તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
