મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાંથી 36 બોટલ દારૂ સાથે એક પકડાયો: મોરબીમાં 100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ


SHARE





માળીયા (મી)ના માણાબા ગામે ઘરમાંથી 36 બોટલ દારૂ સાથે એક પકડાયો: મોરબીમાં 100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,920 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માણાબા ગામે રહેતા નિલેશભાઈ ઝીંઝવાડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 7,920 ની કિંમતના દારૂ સાથે આરોપી નિલેશભાઈ દેવશીભાઈ ઝિંઝવાડીયા (25) રહે. માણાબા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કયાંથી લવેલ હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

100 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઇ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોક પાસેથી 100 લિટર દેશી દારૂના જથ્થા સાથે મહિલા મળી આવી હતી જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મહિલા સલમાબેન તોફિકભાઈ ચાનીયા (29) રહે. પરસોતમ ચોક શેરી નં-4 મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રણજીત દેગામા રહે. લીલાપર વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને રણજીત દેગામાને પકડવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે.




Latest News