મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ
SHARE
મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ
મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. શ્રી વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ અજંતા ઓરેવા ગ્રુપના મોભી સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. અને બંને પરિવારના નિવાસસ્થાને જઈને સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજવી પરિવારના મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારી દ્રોપદીદેવી, મહારાજકુમારી ઉમાદેવી તથા વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી હતી અને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. તેમજ મોરબીના શનાળા રોડે આવેલ રેવા બંગલો ખાતે મુખ્યમંત્રીએ સ્વ. પ્રવીણભાઈના પુત્ર નેવિલભાઈ ભાલોડીયા, હિમાંશુભાઈ ભાલોડીયા અને ભાઈ જયસુખભાઈ ભાલોડીયા સહિત શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત કરી હતી અને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે અર્થે સાંત્વના પાઠવી હતી. આ તકે મુખ્યમંત્રી સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા.