મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત
મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
SHARE
મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી હાજર રહ્યા: વિકસિત ભારત @2047 ના સંકલ્પને સાકાર કરવા કર્યું આહ્વાન: જળ સંચય, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ અને વ્યસનમુક્તિ જેવા સામાજિક મહાયજ્ઞમાં સૌ યોગદાન આપે તે જરૂરી

મોરબીમાં બનાવવામાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેમાં લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા તેઓને રાજ્યના પ્રથમ નાગરિક તરીકે સ્વામીનારાયણ સંતો દ્વારા મંદિરનો શિલાલેખ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, “મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે અને મોરબીને મંદિરની ભેટ આપવા બદલ મહંતસ્વામી મહારાજનો મુખ્ય મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ મંદિરથી મોરબીની શોભા અને ગૌરવ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે ઝૂલતા પુલની બાજુમાં ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું જેમાં અક્ષરપુરશોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા અને નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓનો આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવારે યોજાયો હતો ત્યાર બાદ સાંજે 5 વાગ્યે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકર્પણ સમરોહ યોજાયો હતો જેમાં અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

ત્યારે ધર્મસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. જો કે, સિરામિક ઉદ્યોગના લીધે સિરામિક સિટી તરીકે જાણીતા મોરબીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થયેલ છે અને આ મંદિરના લીધે મોરબીની શોભા અને ગૌરવ બને વધશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ ના સ્વપ્નને સાકાર કરવા સૌ નાગરિકોને જળ સંચય, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી તેમજ યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. અને મોરબીને સુંદર મંદિરની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીએ મહંત સ્વામી મહારાજનો આભાર વ્યક્ત કર્યો હતો. અને નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં જઈને મુખ્યમંત્રીએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ સિહોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વ પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, એસપી મુકેશ પટેલ સહિત વહીવટી અધિકારીઓએ તેમજ 500 જેટલા સંતો મહંતો અને હજારોની સંખ્યામાં હરિભકતો હાજર રહ્યા હતા.