લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
SHARE
લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
મોરબીમાં કમલમ કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં આગામી 27 તારીખે રાજકોટ ખાતે યોજાનાર લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલી અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીના સનાળા ગામ પાસે આવેલ જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ રિવાબા જાડેજા, પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે તેમજ સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો, સાંસદો, માજી સાંસદો, માજી ધારાસભ્યો તથા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખો મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ખાસ કરીને આગામી તારીખ 27 ના રોજ રાજકોટ ખાતે ભાજપ દ્વારા યોજાનાર લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેવી માહિતી મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્ર સકસેનાએ આપી હતી