મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરમાં શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજની દીકરીઓએ વિકાસ સંબંધિત વિષયો પર પોતાની પ્રતિભા અને કૃતિઓ થકી સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ યોજનાઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની આગળ વધે તેવો પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા દીકરીઓને પ્રોત્સાહનરૂપ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિતો દ્વારા ભારત વિકાસ સપથ લેવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર બાળ વિકાસ યોજના અધિકારી વૈશાલીબેન પટગીર, સંસ્થાના ઉપપ્રમુખ કલ્પેન્દ્રુભાઈ મહેતા, ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, પ્રાધ્યાપક મંડળ, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી મહિલાઓ અને કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News