મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ખાતે ટીબીના 21 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE







માળીયા (મી)ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ખાતે ટીબીના 21 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

"ટીબી મુક્ત ભારત અભિયાન "અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને  પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય વિકાસભાઈ થડોદા અને મહેશભાઈ પારજીયા, ખાખરેચી ગ્રામ પંચાયત ના સરપંચએ પણ ટીબી ના દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે આગળ આવી ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ  દાખવી તેઓને પોષણયુકત આહારની કીટ વિતરણ કરેલ છે અનેક સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ  દાતા વિકાસભાઈ થડોદાએ  ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરેલ છે ટીબી મુક્ત ભારત અભિયાન માં ટીબી દર્દીઓ માટે પોષણ નું મહત્વ સમજાવી દાતાઓશ્રી દ્વારા  ટીબી દર્દીઓને કીટ આપવા પ્રોત્સાહિત કરી સંકલન ની કામગીરી માળીયા તાલુકા ના  હેલ્થ  ઓફિસર ડૉ.ડી.જી.બાવરવા સાહેબ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા સાહેબએ  કરેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા,મોરબી તાલુકાના સુપરવાઈઝર શૈલેષભાઇ પારજીયા તથા ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના  ડૉક્ટર સહિત તમામ સ્ટાફગણ એ જહેમત ઉઠાવી હતી.






Latest News